ફિલ્મ જગત
News of Tuesday, 10th April 2018

ફિલ્મોના નિર્માણને લઈને અનુષ્કા શર્માને મળશે દાદા સાહેબ એક્સેલન્સ પુરસ્કાર

મુંબઇ: બોલીવૂડમાં એક સારી અભિનેત્રીની સાથેસાથે નિર્માત્રી તરીકે પણ અનુષ્કા શર્મા લોકપ્રિય થઇ છે. ઓછા બજેટની સારી ફિલ્મો બનાવવા માટે અનુષ્કાને દાદા સાહેબ એક્સેલન્સ પુરસ્કારથી નવાજવામાં આવશે.
અનુષ્કાએ પોતાના ભાઇ સાથે નિર્માણ કંપની શરૃ કરી છે. જેના હેઠળ તેણે અત્યાર સુધી એન એચ ૧૦, ફિલ્લોરી અન ેપરી જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આ ત્રણેય ફિલ્મોની વાર્તાઓ દર્શકોને પસંદ પડી છે. અનુષ્કાએ જ્યારે નિર્માણ ક્ષેત્રે કાર્યરત થવાનો  નિર્ણય લીધ ોહતો ત્યારે તે ૨૫ વરસની હતી. આ સમયે તેની કારકિર્દી ટોચ પર હતી અને એવામાં તેણે  નિર્માણમાં ઝંપલાવાનું જોખમ ખેડયું હતું.જોકે તેનો આ ફેંસલો આજે યોગ્ય મનાઇ રહ્યો છે.
અનુષ્કા અને વિરાટ લગ્ન બાદ  પોતપોતાની કારકિર્દી પ્રત્યે ધ્યાન આપી રહ્યા છે. અનુષ્કા પણ વરુણ ધવનની સાથે ફિલ્મ સુઇ ધાગાનું શૂટિંગ કરી રહી છે જેમાં તે એક ગામડાની મહિલાના રૃપમાં જોવા મળશે.

(4:44 pm IST)