News of Tuesday, 10th April 2018
હવે નિર્દેશન ક્ષેતમાં કામ કરશે રિમી સેન
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રિમી સેન હવે નિર્દેશન ક્ષેતે ભાગ્ય અજમાવવાની છે. હંગામા, બાગબાન, ધૂમ, ગરમ મસાલા, ગોલમાલ ફન અનલિમિટેડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી રિમી સેન હવે નિર્દેશન ક્ષેતમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. રિમી સેને કહ્યું કે તેને હવે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું છે અને તેથી તે હવે નિર્દેશન ક્ષેત્ર પોતાની કિસ્મત આજમાવવાની છે. અભિનય માટે તેને માત્ર કોમેડી ફિલ્મોમાં જ રોલ મળતો હોવાથી ફિલ્મોમાં અભિનયને અલવિદા કહી દીધું છે.
(12:21 am IST)