ફિલ્મ જગત
News of Tuesday, 10th April 2018

અનુષ્કાનું શુટીંગ પુરૃઃ શાહરૂખ-કેટરીના સતત વ્યસ્ત

શાહરૂખ ખાન આગામી ફિલ્મ 'ઝીરો' માટે ખાસ મહેનત કરી રહ્યો છે. કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ આ ફિલ્મમાં છે. આનંદ એલ. રાયથી આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. શાહરૂખ તેમાં ઠીંગણાના રોલમાં છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થશે. કેટરીનાએ તાજેતરમાં સેટ પરથી એક તસ્વીર પોસ્ટ કરી હતી. તે રાતના મોડે સુધી હાજર રહી ફિલ્મનું શુટીંગ કરી રહી છે. અનુષ્કાના ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. સેટ પર શાહરૂખ અને કેટરીના સતત મજાક-મસ્તી કરતાં જોવા મળે છે. એક તસ્વીરમાં શાહરૂખ સેટ પર કેટરીનાના ખભે હાથ રાખીને ઉભેલો જોવા મળ્યો હતો. ઝીરો એક સાયન્સ ફિકશનલ ફિલ્મ છે. આ ફિલ્મમાં વીએફએકસનો પણ ઉપયોગ થશે. મંગળ ગ્રહનો સેટ પણ તૈયાર કરાયો છે.

(12:21 am IST)