ફિલ્મ જગત
News of Wednesday, 10th February 2021

બોલિવૂડના ફિલ્‍મ નિર્માતા અને અભિનેતા રાજીવ કપૂરની અંતિમયાત્રામાં રણબીર કપૂરે કાંધ આપીઃ અભિનેતાઓ દુઃખમાં સહભાગી થયા

નવી દિલ્દી: બોલીવુડ એક્ટર રાજીવ કપૂરના નિધનથી બોલીવૂડ જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે. તેમના અંતિમ દર્શન માટે તમામ સેલિબ્રિટીઝ ઘર પર પહોંચ્યા. મંગળવાર મોડી સાંજે રાજીવની અંતિમ યાત્રા નીકળી હતી.

રણબીર કપૂરે તેના કાકાની અર્થીને કાંધ આપી હતી. રાજીવની અંતિમ યાત્રામાં ઘણા લોકો ભેગા થયા હતા. રાજીવ કપૂરના ભાઈ રણધીર કપૂર પણ આ દુ:ખના સમયમાં પોતાને સંભાળ્યા. તે ભાઈની અંતિમ યાત્રામાં નર્સની સાથે ચાલતા જોવા મળ્યા હતા.

રાજીવ કપૂરના નિધન બાદ તમામ સેલિબ્રિટિઝ અને કપૂર પરિવારના તમામ સભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા. કરિશ્મા કપૂર, રણબીર કપૂર, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, તારા સુતરિયા સહિત અન્ય સ્ટાર્સ રાજીવ કપૂરના ઘરે જોવા મળ્યા હતા.

ઉલ્લેથની છે કે, બોલીવૂડ ફિલ્મ નિર્મતા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ મુશ્કેલીના સમયમાં રણધીર કપૂર તેમના નાના ભાઈની સાથે હતા. તેમણે હોસ્પિટલથી પાર્થિવ દેહની સાથે બહાર નિકળતા જોવા મળ્યા. રણધીર કપૂર હતાશ-પરેશાન જોવા મળ્યા.

(5:06 pm IST)