ફિલ્મ જગત
News of Wednesday, 10th February 2021

ખૂંખાર ગેંગસ્ટરના લૂકમાં ચર્ચા જગાવતો આયુષ શર્મા

સલમાન ખાન તેના જીજાજી આયુષ શર્મા સાથે જે ફિલ્મમાં જોવા મળશે એ ફિલ્મ 'અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ'નું શુટીંગ ધમધોકાર ચાલી રહ્યું છે. ફિલ્મના શુટીંગના સેટ પરથી આયુષની એક તસ્વીર સામે આવી હતી. જેમાં તે જબરદસ્ત બોડી સાથે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં આયુષના પાત્રનું નામ રાહુલ છે. બોલીવૂડના ઇતિહાસમાં આ નામ રોમાન્ટીક ગણાય છે. પણ આયુષ ફિલ્મમાં જોરદાર એકશન કરતો જોવા મળવાનો છે. આયુષે તસ્વીર સાથે કેપ્શનમાં રાહુલિયા-અંતિમ ધ ફાઇનલ ટ્રુથ એવું લખ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન એક દમદાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. જ્યારે આયુષ ફિલ્મમાં ખૂંખાર ગેંગસ્ટરનો રોલ નિભાવી રહ્યો છે. આ પાત્ર માટે તેણે ખુબ મહેનત કરી છે. પોતાનું બોડી પણ કસરત કરીને જબરદસ્ત બનાવ્યું છે. આયુષનો લૂક જોતાં લાગે છે કે ફિલ્મમાં તે સલમાન ખાનને મોટી ટક્કર આપશે. લવયાત્રીથી અભિનય કારકિર્દી શરૂ કરનાર આયુષને હવે એકશનથી ભરપુર અંદાજમાં જોઇ શકશે.

(10:18 am IST)