આજે પણ રામની સલાહને અનુસરી રહ્યો છે વિવિયન
ટીવી સ્ટાર વિવિયન ડીસેના સિરીયલ મધુબાલા-એક ઇશ્ક એક ઝુનુન અને શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી સહિતને કારણે ચાહકોમાં જાણીતો છે. ટીવી પરદે વિવિયને ૨૦૦૮માં કારકિર્દી શરૂ કરી હતી. તેનો પહેલો શો કસમ સે હતો. એ શોમાં તેણે અભિનેતા રામ કપૂરના પુત્રનો રોલ નિભાવ્યો હતો. આ યુવા અભિનેતાને કારકિર્દી શરૂ કરતી વખતે જ રામ કપુરે સલાહ આપી હતી. આ સલાહને વિવિયન આજ સુધી અનુસરી રહ્યો છે. વિવિયને કહ્યું હતું કે રામ કપૂર મને અભિનય કરતાં શીખવતા હતાં અને મહત્વની સલાહો આપતાં હતાં. એ વખતે મને તેઓ ખુબ મદદ કરતાં હતાં. કસમ સે શોમાં મારી શરૂઆત જ હતી અને મારે ત્યારે આવી સલાહની ખુબ જરૂર પણ હતી. તેણે મને કહ્યું હતું કે હું તને ગેરેન્ટી આપુ છું કે એક દિવસ તું સ્ટાર બની જઇશ. તેણે સલાહ આપી હતી કે જ્યારે તારી પાસે નામ, દામ એમ બધુ જ હોય ત્યારે સફળતાનો નશો તારા પર હાવી થવા નહિ દેતો, નહિતર ટોચ પરથી તળીયે આવી જઇશ. હું તેમની સલાહ આજે પણ અનુસરી રહ્યો છું.