ફિલ્મ જગત
News of Wednesday, 10th February 2021

ડોકટર બનશે રકુલપ્રિત સિંહ

અભિનેત્રી રકુલપ્રિત સિંહે સાઉથની ફિલ્મોમાં નામના મેળવ્યા પછી બોલીવૂડમાં પણ સ્થાન બનાવી લીધું છે. તે અહિ એક પછી એક મોટી ફિલ્મો મોટા સ્ટાર સાથે કરી રહી છે. પોતાની અભિનય ક્ષમતા અને દરેક પ્રકારના રોલમાં ફિટ થઇ જવાની આવડતને કારણે તેણે બોલીવૂડમાં મોટા ચાહકો પણ ઉભા કરી લીધા છે. રકુલપ્રિત હવે આયુષ્યમાન ખુરાના સાથે ફિલ્મ 'ડોકટરજી'માં ભુમિકા નિભાવશે. અનુભુતિ કશ્યપ દ્વારા નિર્દેશીત આ ફિલ્મ માટે લાંબા સમયથી મુખ્ય અભિનેત્રીની તલાશ હતી. હવે રકુલપ્રિતને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે. થોડા મહિનાઓ પહેલા રકુલપ્રિતનું નામ પણ ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું. કોરોનાથી તે સંક્રમિત પણ થઇ હતી. તેમાંથી બહાર આવી તે ધડાધડ શુટીંગ કરી રહી છે.

અજય દેવગણ અને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની એક ફિલ્મ પણ તે કરી રહી છે. હવે આયુષ્યમાન સાથે તે મુખ્ય ભુમિકા નિભાવશે. રકુલ અને આયુષ્યમાન પહેલી વાર સાથે કામ કરશે. તે ફિલ્મમાં ડોકટર ફાતિમાનો રોલ નિભાવશે.

(10:16 am IST)