ફિલ્મ જગત
News of Saturday, 10th February 2018

'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ

મુંબઇ: એક પછી એક ટેલેન્ટેડ ટીવી કલાકારો બોલિવૂડમાં પ્રવેશી રહ્યા છે. લેટેસ્ટ સમાચાર મુજબ સસુરાલ સિમર કા ફેમ અભિનેત્રી દીપિકા કાકર હવે જે પી દત્તાની પલટન ફિલ્મમાં જોવા મળશે. અગાઉ ટીવી સ્ટાર મૌની રોયે ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ટોચના અભિનેતા અક્ષય કુમારને ચમકાવતી કેસરી ફિલ્મ સાઇન કરી હોવાના સમાચાર અમે સ્થળેથી તમને આપ્યા હતા. પહેલાં સાક્ષી તંવરને આમિર ખાને પોતાની દંગલ ફિલ્મમાં ચમકાવી હતી. પછી અંકિતા લોખંડેને કંગની રનૌતની મણીકર્ણિકા ફિલ્મમાં એક રોલ માટે સાઇન કરાઇ હોવાના સમાચાર પ્રગટ થયા હતા.

હવે મળેલી માહિતી મુજબ સસુરાલ સિમર કા કરી ચૂકેલી અભિનેત્રી દીપિકા કાકરને જે પી દત્તાએ પોતાની આગામી ફિલ્મ પલટન માટે સાઇન કરી હતી. અભિનય ક્ષેત્રમાં આવવા અગાઉ દીપિકા એર પર્સર કે એર હોસ્ટેસની કારકિર્દી ધરાવતી હતી. પરંતુ એને  અભિયનમાં રસ જાગતાં એણે ક્ષેત્રમાં કામ શોધવાનો આરંભ કર્યો હતોએને સસુરાલ સિમર કામાં મુખ્ય રોલ મલ્યો હતો. ખાસ્સો લાંબો સમય રોલ કર્યા બાદ એને એમ લાગ્યું હતું કે હવે રોલમાં કશું નવી રહ્યું નથી એટલે એણે રોલ છોડી દીધો હતો

(5:28 pm IST)