ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

હિન્દી મીડિયમની સિક્વલમાં જોવા નહીં મળે સબા કમર

મુંબઈ:હિન્દી મીડિયમ ફિલ્મને બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણવામાં આવે છે. ઈરફાન ખાન અને સબા કમર અભિનિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે સિક્વલનું શુટિંગ ઓગસ્ટ મહિનાથી શરુ થઈ જશે. સુત્રોએ દાવો કર્યો છે કે આ ફિલ્મમાં ઈરફાન ખાનને રીપીટ કરવામાં આવશે. જોકે ઓરિજિનલ ફિલ્મમાં ઈરફાનની પત્નીની ભૂમિકા ભજવનાર પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સિક્વલમાં જોવા નહીં મળે. થોડા સમય પહેલા જ સબાએ આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેની ઇચ્છા અધુરી જ રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મની સ્ટોરી એક દાયકો આગળ વધશે. ૫ વર્ષની પ્રિયાને ૧૫ વર્ષની દર્શાવવામાં આવશે, તેમજ ફિલ્મની સ્ટોરી એકદમ નવા રુપ સાથે આગળ વધશે. 

(5:14 pm IST)