ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

માધુરીના એક..દો....તીન....ગીતના નવા વર્જન પર ડાન્સ કરશે જેકલીન

મુંબઈ:ટાઈગર શ્રોફ અને દિશા પાટની અભિનિત ફિલ્મ બાગી-૨માં જેકલીન ફર્નાન્ડિસ આઈટમ સોન્ગ કરતી નજરે પડશે. ખાસ વાત એ છે કે, આ આઈટમ સોન્ગ બોલીવુડની એક સમયની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિતના એક દો તીન...ગીતનુ નવુ વર્જન હશે. 
લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન પર બનેલ આ ગીતમાં અલ્કા યાજ્ઞિાકે અવાજ આપ્યો હતો, જ્યારે સરોજ ખાને તેનુ કોરીયોગ્રાફી કર્યુ હતું. ત્યારે હવે ૩ દાયકા બાદ સરોજ ખાનના માર્ગદર્શન હેઠળ અહમદ ખાન આ ગીતને ફરી રીક્રિએટ કરી રહ્યા છે. અહમદ ખાન બાગી-૨ ફિલ્મના ડાયરેક્ટર છે. અહમદ આ પહેલા ચોલી કે પીછે ગીતમાં સરોજ ખાનના આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચુક્યા છે. એક..દો...તીન ગીતના નવા વર્જનની કોરીયોગ્રાફીનું કામ ગણેશ આચાર્યને સોંપવામાં આવ્યુ છે. 
ગણેશ આચાર્ય પોતે ઓરીજનલ ગીતમાં બેકઅપ ડાંસર તરીકે પણ હતા. આ અંગે અહમદ ખાને જણાવ્યુ હતું કે, એક દો તીન.. ગીત ફિલ્મની વાર્તામાં બિલકુલ ફિટ બેસે છે. આ બોલીવુડના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય ગીત પૈકીનું એક છે. મેં ગણેશને સરોજજીના સ્ટેપ નવા ગીતમાં પમ રાખવા જમાવ્યુ છે.તેમજ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને માધુરી દીક્ષિતના પિંક આઉટફિટને ધ્યાનમાં રાખી જેકલીનનો કોસ્ચ્યુમ ડિઝાઈન કરવા જણાવ્યુ છે.

(5:13 pm IST)