ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

અલી અબ્બાસની ફિલ્મમાં પાંચ લૂકમાં નજરે પડશે સલ્લુભાઈ

મુંબઇ: સલમાન ખાનને પડકારરૃપ પાત્ર ભજવવા પસંદ છે. આ વખતે પણ તે આગામી ફિલ્મમાં પાંચ લુકમાં જોવા મળશે.અભિનેતાની આ ફિલ્મ ૨૦૧૯ની ઇદ પર રીલિઝ થશે.'' આ ફિલ્મનું શૂટિંગ આ વરસના એપ્રિલ માસથી શરૃ કરવામાં આવશે. દિગ્દર્શક અલી અબ્બાસ સાથેની સલમાનની આ ત્રીજી ફિલ્મ હશે. જેમાં તે પાંચ અલગ અલગ લુકમાં જોવા મળશે. ૧૮ વરસના કિશોરથી લઇ ૭૦ વરસના વૃદ્ધની ભૂમિકા અભિનેતા ભજવશે. આ મહિને તેના લુક ટેસ્ટ થવાની શક્યતા છે, તેમ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું. કહેવાય છે કે સલમાનની આ ફિલ્મનું બજેટ પણ અત્યાર સુધીની ફિલ્મોના બજેટ કરતા અનેકગણું છે. રૃા. ૨૦૦ કરોડનું બજેટ આ ફિલ્મ માટે આંકવામાં આવ્યું છે.  આ ફિલ્મ માટે સલમાનના પાંચ લુક, ગ્રાફિકસ અને વીએફએકમાં પુષ્કળ રૃપિયા ખર્ચવામાં આવશે.

(5:12 pm IST)