ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

સોશિયલ મીડિયા પર ફરહાન અખ્તરના 11 મિલિયન ચાહકો

મુંબઇ:  ફિલ્મ સર્જક કમ અભિનેતા કમ ગાયક ફરહાન અખ્તરે તાજેતરમાં સોશ્યલ મિડિયા પર ૧૧ મિલિયન્સ ચાહકો મેળવ્યાનું જાહેર થયું હતું. આ હકીકતની જાણ થતાં ફરહાન અખ્તરે તરત ટ્વીટર પર તમામ ચાહકોનો જાહેરમાં આભાર માન્યો હતો. ફરહાન અચ્છો અભિનેતા હોવા ઉપરાંત રિતેશ સિધવાની સાથે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ નામે ફિલ્મ કંપની ધરાવે છે અને અગાઉ રૉક ઓન જેવી સરસ ફિલ્મો બનાવી ચૂક્યો છે. એણે પેાતે પણ મિલ્ખા સિંઘ જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. હાલ ફરહાન પોતાની કોન્સર્ટની દેશવ્યાપી ટુર પર છે. એ દેશના વિવિધ શહેરોમાં કોન્સર્ટ યોજતો રહે છે. ફરહાને લખ્યુ હતું કે તમે સતત મને પ્રેમ કરો છો, મારા વિશે વિધાયક અભિપ્રાય આપતા રહો છો, મારી ફિલ્મોને આવકારો છો અને મારા સંગીતને માણો છો. મારા માટે તમેજ સર્વસ્વ છો. હું આ સંદેશ દ્વારા દુનિયાભરના મારા ચાહકોનો આભાર માનું છું.

(5:11 pm IST)