ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

એકતા કપૂરની વેબ સિરીઝમાં ઇન્ટીમેન્ટ સીન કરશે સાક્ષી-રામ કપૂર

મુંબઈ:રામકપુર અને સાક્ષી તંવર ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત જોડી પૈકીની એક છે. આ બન્ને વચ્ચે ફરી એકવાર લવ મેકિંગ સીન્સ ફિલ્માવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે, બન્ને કલાકાર વેબ સીરીઝ કરલે તૂ મહોબ્બતની બીજી સીઝનમાં નજરે પડવાના છે, જેમાં બન્ને વચ્ચે લવ મેકિંગ સીન્સ દર્શાવવામાં આવશે. 
સુત્રોના જણાવ્યા મુજબ, એક્તા કપુર શોની બીજી સીઝનને વધુ મોટી અને સારી બનાવવા માંગતી હતી. આ પહેલા તે શોના ફર્સ્ટ સીઝનમાં પણ રામ અને સાક્ષીનો લવ મેકિંગ સીન્સ રાખવા માંગતી હતી, પરંતુ તે માટે બન્નેએ ના પાડી હતી. ત્યારે હવે વેબ સીરીઝની બીજી સીઝનમાં બન્ને કલાકારોએ ઈન્ટીમેન્ટ સીન્સ માટે હા પાડી છે અને આ માટેનું શુટિંગ પણ પૂર્ણ થઈ ગયુ છે. મહત્વનું છે કે, આ પહેલા ટીવી સીરીયલ બડે અચ્છે લગતે હૈમાં પણ રામ કપુર અને સાક્ષી તંવર વચ્ચે લવ મેકિંગ સીન્સ ફિલ્માવવામાં આવ્યો હતો, જેને તે સમયે ટીવીનો સૌથી બોલ્ડ સીન્સ કહેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણી સીરીયલોમાં આ પ્રકારના સીન્સ ફિલ્માવવામાં આવ્યા. ત્યારે હવે ફરી એકવાર રામ અને સાક્ષી વચ્ચે લવ મેકિંગ સીન્સ ફિલ્માવવામાં આવ્યો છે. 

(5:10 pm IST)