ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

સલમાન ખાન અને રણબીર વચ્ચે કોલ્ડવોર હજુય જારી

કેટરીના કેફના મામલે પણ તેમની વચ્ચે ખેંચતાણ : રણબીર -સલમાન એકબીજાને જોવાનુ પસંદ કરતા નથી

મુંબઇ,તા. ૯ : બોલિવુડમાં સલમાન ખાન અને રણબીર કપુર વચ્ચે કોલ્ડવોર જગ જાહેર છે અનેક પ્રસગોએ એકસાથે હોવા છતાં બન્ને એકબીજાની સામે આવતા નથી. બન્ને એકબીજાથી બચીને નિકળી જવાના પ્રયાસ કરે છે. તાજેતરમા ંજ કેટલીક એવી ઘટના બની હતી જ્યારે બન્ને એકસાથે મુંબઇના એક સ્ટુડિયોમાં હોવા છતાં સામે આવ્યા નથી. બન્ને એકબીજાને મળ્યા નથી. જ્યારે  બન્નેને એકબીજા અંગે માહિતી મળી ત્યારે બન્નેએ એકબીજાથી છટકીને નિકળી જવાના પ્રયાસ કર્યા હતા. રિપોર્ટ મુજબ રણબીર  કપુર અને સલમાન ખાન એકબીજાને જોવાનુ પણ પસંદ કરતા નથી. છેલ્લા એક મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે બન્ને એકબીજાને મળવાનુ ટાળી રહ્યા છે. જ્યારે સલમાન ખાન હાલમાં આ સ્ટુડિયોમાં આનંદ એલ રાયના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મના એક ગીતના શુટિંગ માટે પહોંચ્યો ત્યારે રણબીર પણ લોન્ચિંગ કાર્યક્રમમાં આવેલો હતો. રણબીર અને સલમાન પહેલા પણ એકબીજાને ટાળતા રહ્યા છે. થોડાક મહિના પહેલા જ્યારે સલમાન મહેબુબ સ્ટુડિયોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો  ત્યારે કેટરીના કેફ પોતાની ફિલ્મનુ શુટિંગ રણબીર સાથે કરી રહી હતી. અલબત્ત સલમાને તો કેટરીના કેફ સાથે વાતચીત કરી હતી. પરંતુ એ વખતે ત્યાં હાજર રહેલો રણબીર કપુર એકાએક ત્યાંથી નિકળી ગયો હતો. યુવા રણબીર અને કેટરીના બ્રેક અપ બાદ એકબીજાની સાથે આત્મવિશ્વાસ સાથે દેખાઇ રહ્યા છે.  જો કે રણબીર અને સલમાન વચ્ચે કોલ્ડવોર હાલમાં જારી રહે તેવી શક્યતા છે. ટાઇગર જિન્દા હેની સફળતા બાદ કેટરીના કેફ હવે ફરી સલમાન ખાનના કેમ્પમાં આવી ગઇ છે. તે રણબીર કપુરને છોડી ચુકી છે. જો કે રણબીર અને સલમાન ખાન વચ્ચે સંબંધમાં તિરાડ હજુ સુધી દુર થઇ રહી નથી.

(12:50 pm IST)