ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

અક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ 'પૈડમેન' આજથી રિલીઝ

આજથી નિર્માતા ટ્વિંકલ ખન્ના, ગોૈરી શિંદે, પ્રેરણા અરોરા અને અર્જૂન એન. કપૂર તથા નિર્દેશક આર. બાલ્કીની ફિલ્મ 'પૈડમેન' રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીનું છે. અક્ષય કુમાર, સોનમ કપૂર, રાધિકા આપ્ટે મુખય ભૂમિકામાં છે.

ફિલ્મની કહાની અરૂણાંચલમ મુરૂગનનાથમની જિંદગીથી પ્રેતિ છે. આ શોધકર્તાની યાત્રા આ ફિલ્મમાં દેખાડાઇ છે. નાનકડા ગામમાં રહી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરનાર આ વ્યકિતનો રોલ અક્ષય કુમારે નિભાવ્યો છે. ભારતમાં રહેતી મહિલાઓને સસ્તા સેનેટરી નેપકિન મળી રહે તે માટે તેણે એક સપનુ જોયુ હતું અને તેને પુરૂ કર્યુ હતું.

અરૂણાંચલમને ત્યારે ખુબ ખરાબ લાગે છે જ્યારે તેની આસપાસની મહિલાઓને સેનેટરી નેપકીન ન ખરીદી શકવાની લાચારીમાં જૂએ છે. આથી તે સસ્તા સેનેટરી નેપકીન બનાવવાનું મશીન તૈયાર કરવાનું વિચારે છે, તેના આ વિચારને ઉપહાસ બનાવાય છે. પૈડમેન થકી એવા લોકોને સલામી આપવામાં આવી છે જે લોકો પોતાના સપના પુરા કરવાની હિમ્મત ધરાવે છે અને તેના થકી કરોડો લોકોની જિંદગીમાં બદલાવ લાવે છે. આ ફિલ્મ અગાઉ ૨૬ જાન્યુઆરીના રિલીઝ થવાની હતી. પરંતુ સંજય લીલા ભણશાલીએ પોતાની ફિલ્મ પદ્દમાવત રિલીઝ કરવાની હોઇ અક્ષય સાથે વાત કરતાં આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલવા અક્ષય રાજી થઇ ગયો હતો. અક્ષયની પૈડમેન નેવુ કરોડના ખર્ચે તૈયાર થઇ છે. જેમાંથી સાંઇઠેક કરોડ રિલીઝ પહેલા જ તેને જુદા-જુદા સ્ત્રોતથી મળી ગયા છે.

 

(9:45 am IST)