ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

સલમાન ખાને કેટરીના કૈફને કરી નારાજ

સલમાન ખાન બોલીવૂડમાં નવા હીરો- હિરોઇનોને લોન્ચ કરવા માટે જાણીતો છે. આ યાદીમાં અનેક કલાકારોના નામ છે. હવે તે વરીના હુશેન નામની હીરોઇનને લાવી રહ્યો છે. સલમાન તેના જીજાજી આયુષ શર્માને હીરો બનાવવા તેને લઇને ફિલ્મ 'લવરાત્રી' બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં હીરોઇન તરીકે પહેલા તો એવી ચર્ચા હતી કે કેટરીના કૈફની બહેન ઇસાબેલને લેવામાં આવશે. કેટરીના પોતાની બહેનને બોલીવૂડમાં લોન્ચ કરવા મહેનત કરી રહી છે અને સલમાનની મદદ માંગી રહી છે. કેટરીનાને ખુબ વિશ્વાસ હતો કે તેની બહેનને સલમાન લવરાત્રી માટે ચોક્કસ પસંદ કરશે. પણ હવે સલમાને વરીના હુનેનને નક્કી કરી લીધી છે. આ કારણે કેટરીના નારાજ થઇ ગઇ હતી. કહેવાય છે કે સ્ક્રિન ટેસ્ટમાં ઇસાબેલ ખરી ઉતરી નહોતી. કેમેરા સાથે તે દોસ્તી કરી શકી નથી. બીજી તરફ લવરાત્રી માટે સ્પષ્ટ હિન્દી બોલતી અને ગુજરાતી પણ બોલી શકતી હિરોઇનની જરૂર હતી. જો કે બીજી તરફ ઇસાબેલને સૂરજ પંચોલી સાથે એક ફિલ્મ મળી છે. જે ડાન્સ પર આધારીત છે.

(9:45 am IST)