ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

દિપીકા સાથે ફિલ્મ કરવા ઉત્સાહિત છે વિશાલ ભારદ્વાજ

અભિનય થકી બોલીવૂડમાં ટોચ પર પહોંચેલી દિપીકા પાદુકોણ હવે ગેંગસ્ટરના રોલમાં જોવા મળવાની છે. ફરી એકવાર તે એવી ફિલ્મ કરી રહી છે જેમાં મહિલા મુખ્ય પાત્ર હોય. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજ કરશે. દિપીકાએ કહ્યું હતું કે આ ફિલ્મ હુશેન જાયદીના પુસ્તક માફિયા કવીન્સ ઓફ મુંબઇ પર આધારીત છે. આ એક સત્ય કહાની છે. આ માટે હું ખાસ વર્કશોપ કરી રહી છું. આ ફિલ્મ માટે મારે ખુબ કામ કરવું પડે તેમ છે. આ મહિલાની કહાની બધાને જાણવા મળશે. બીજી તરફ દિપીકા ઇરફાન ખાન સાથે પણ કામ કરવાની છે. અગાઉ તે પીકૂ ફિલ્મમાં સાથે કામ કરી ચુકયા છે. વિશાલની ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. વિશાલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ એક-બે વર્ષ પહેલા લખી હતી. તેણે કહ્યું હતું કે હું દિપીકા સાથે કામ કરવા ખુબ ઉત્સાહિત છું. તે એવી અભિનેત્રી છે જેને કેમેરો ખુદ પસંદ કરે છે.

(9:46 am IST)