ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

જયપુરની રાણી ગાયત્રી દેવીની બાયોપિકમાં કામ કરવાની કરીના કપૂરેની ઈચ્છા

મુંબઈ: બોલીવૂડમાં હાલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સંજય દત્ત આધારિત ફિલ્મમાં રણબીર કપૂર કામ કરી રહ્યો છે. જ્યારે ઝાંસી કી રાની આધારિત ફિલ્મ મણિકર્ણિકામાં કંગના રનનૌત, સાનિયા નહેવાલની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ ભજવતો જોવા મળશે. આ વચ્ચે કરીના કપૂરે જયપુરની રાણી ગાયત્રી દેવીની બાયોપિક બને તો તેમાં કામ કરવાની ઇચ્છા જતાવી છે.  તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન કરીનાએ જયપુરની મહારાણી ગાયત્રી દેવી પરઆધારિત ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવાની ઇચ્છા જાહેર કરી  હતી. ગાયત્રી દેવીનું જીવન રોમાંચક રહ્યું છે. ગાયત્રી દેવીનો જન્મ લંડનમાં થયો ત્યારથી તેમની જયપુરના મહારાણીની સફર રસપ્રદ રહી છે. તેને રૃપેરી પડદે દર્શાવવું દિલસચસ્પ રહેશે. ગાયત્રી દેવીનો જન્મ લંડનમાં ૨૩ મે, ૧૯૧૯માં થયો હતો. કહેવાય છે કે તે એક શાનદાર મહેલમાં ઉછરી હતી જેમાં ૫૦૦ નોકરચાકર હતા.એક સામાયિકે તેને દુનિયાની સૌથી સુંદર ૧૦ સ્ત્રીઓમાંની એક ગણાવી હતી. તે પોલોની રમતની શોખીન હતી અને તેમાં નિપુણ પણ હતી. તેને વિવિધ કાર અને શિકારનો શોખ હતો. કહેવાય છે કે ગાયત્રીના પતિનું અવસાન ૧૯૭૦માં થયું હતું. એ પછી તે દુઃખી રહેતી હતી. ૧૯૯૭માં તેના પુત્રનું લંડનમાં નિધન થયું અને પોતે ૨૯ જુલાઇ૨૦૦૯માં ૯૦ વરસની વયે અવસાન પામી હતી.

(4:37 pm IST)