ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

એડ ફિલ્મમાં સાથે કામ કરશે આમિર ખાન-રણવીર સિંહ

મુંબઇ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન અને ટોચનેા અભિનેતા રણવીર સિંઘ નજીકના ભવિષ્યમાં પરદા પર સાથે દેખાશે. રખે એમ માનતા કે બંને કોઇ ફિચર ફિલ્મ કરવાના છે. વાસ્તવમાં એક મોબાઇલ કંપનીએ આ બંનેને પોતાની એડ ફિલ્મ માટે ભેગા કરવાની અને બોલિવૂડમાં જેને કાસ્ટિંગ કૂ કહે છે એવી સિદ્ધિ મેળવી હોવાની માહિતી મળી હતી. આ માહિતી આપનારા સૂત્રે કહ્યંુ કે સંબંધિત કંપનીની સ્ક્રીપ્ટ ખાસ્સી રમૂજી છે અને આ બંને કલાકારો તરત સાથે કામ કરવા સંમત થઇ ગયા હતા. જો કે હાલ આ બંને કલાકારો બીઝી છે એટલે વહેલામાં વહેલું આ એડ ફિલ્મનું શૂટિંગ બે મહિના પછી થવાની શક્યતા છે એમ આ સૂત્રે વધુમાં કહ્યું હતું. આમિર ખાન હાલ યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન કરી રહ્યો છે જ્યારે રણવીર સિંઘ હાલ ઝોયા અખ્તરની ગલી બૉય કરી રહ્યો છે. એ ઉપરાંત રણવીરને ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ પોતાની સિમ્બા માટે પણ લીધો છે અને સિમ્બાનું કામ પણ શરૃ થઇ ચૂક્યું છે. તાજેતરમાં રજૂ થયેલી અને ગણતરીના દિવસોમાં ૨૦૦ કરોડ કમાઇ ચૂકેલી સંજય લીલા ભણસાલીની પદ્માવતના પગલે હાલ રણવીર સિંઘ ફૂલ ફોર્મમાં છે.
 

(4:37 pm IST)