ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

તમિલની હિટ ફિલ્મ 'વિવેગમ'ના રાઇટ્સ ખરીદ્યા બોની કપૂરે

મુંબઇ: ફિલ્મ સર્જક બોની કપૂરે તમિળ હિટ ફિલ્મ વિવેગમની હિન્દી રિમેક બનાવવા માટે મૂળ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હોવાનીમાહિતી મળી હતી. અગાઉ એવી વાત હતી કે મૂળ ફિલ્મનો હીરો અજિત આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરશે પરંતુ અજિતની વાંરવારની પૃચ્છા પછી પણ બોની કપૂર તરફથી કોઇ જવાબ નહીં મળતાં અજિતના સેક્રેટરીએ કહ્યું હતું કે બેાની કપૂરે અમારી ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા એ વાત સાચી પરંતુ એમણે અજિતને સાઇન કર્યો નથી અને અજિત આ હિન્દી ફિલ્મ કરવાનો નથી. બોની કપૂરે આ ફિલ્મના રાઇટસ્ ખરીદી લીધા એ સમાચારને બોનીના પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. જો કે આથી વિશેષ કોઇ માહિતી હાલ બોનીના પ્રવક્તાએ આપવાનો ઇનકાર કર્યો હતો.
 

(4:37 pm IST)