ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

હવે આસામી ફિલ્મ બનાવશે પ્રિયંકા ચોપડા

મુંબઇ:અભિનેત્રી કમ ફિલ્મ સર્જક પ્રિયંકા ચોપરા હવે આસામી ફિલ્મ બનાવવાની છે અને એ માટે પ્રસિદ્ધ આસામી સર્જક જહ્નુ બરુઆ સાથે એણે સમજુતી કરી હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ પ્રિયંકાની ફિલ્મ કંપની પર્પલ પેબલ્સ દ્વારા મરાઠી, ભોજપુુરી, પંજાબી અને સિક્કીમીઝ ફિલ્મો બનાવવામાં આવી હતી. તાજેતરમાં એની મરાઠી ફિલ્મ વેન્ટિલેટરને ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ પણ મલ્યા હતા. આમ એની ફિલ્મો ધાર્યા નિશાન સર કરવા માંડી હતી. એની કંપની એની ગેરહાજરીમાં એની માતા મધુ ચોપરા સંભાળી રહી છે. પ્રિયંકા પોતે અમેરિકા અને ભારત વચ્ચે ઊડાઊડ કરે છે કારણ કે એ હાલ અમેરિકામાં એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરિયલની ત્રીજી સીઝન કરી રહી છે. એની આ સિરિયલના અભિનયને ઇન્ટરનેશનલ મિડિયાએ મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

(4:39 pm IST)