ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

'સિમ્બા' મસાલા એન્ટરટેનર છે: રણવીર સિંહ

મુંબઈ: ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સિમ્બા'માં નજરે પડનાર અભિનેતા રણવીર સિંહનું કહેવું છે કે ઘણા લાંબા સમયથી મસાલા ફિલ્મ કરવાની ઈચ્છા હતી.

રણવીર સિંહે કહ્યું કે 'ગલી બોય પછી હું રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં કામ કરવાનો છું આ પુરી ફિલ્મ મસાલા એન્ટરટેનર ફિલ્મ છે. આ એવી ફિલ્મ છે જેની હું લાંબા સમયથી રાહ જોતો હતો. આ ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ, ગીત જોવા મળશે,આ ફિલ્મને લઈને હું ખુબ ઉત્સાહી છું.જેમાં હું એક પોલીસકર્મી સંગ્રામ ભલેરાંવની ભૂમિકા કરવાનો છું.

(4:36 pm IST)