ફિલ્મ જગત
News of Thursday, 8th February 2018

2019માં રિલીઝ થશે સલમાનની 'કિક'ની સિક્વલ

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનના નામે ૨૦૧૯ની ઇદ અને ક્રિસમસ બંને બુક થઇ ગઇ હોવાની જાણકારી મળી હતી. સાથોસાથ મળેલી માહિતી મુજબ એની ૨૦૧૪-૧૫ની હિટ ફિલ્મ કીકની સિક્વલની તૈયારી શરૃ થયાની માહિતી પણ મળી હતી. હાલ સલમાન એક સાથે બે-ત્રણ  ફિલ્મો કરી રહ્યો છે. ટાઇગર જિંદા હૈના સર્જક અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત કરી રહ્યો છે. સાથોસાથ રમેશ તૌરાનીની રેસ થ્રીનું કામ પણ ચાલુ છે.  ઉપરાંત એની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડીનું કામ ચાલુ છે. ચાલુ વર્ષની ઇદ પર એની રેસ થ્રી રજૂ થશે. ત્યારબાદ ક્રિસમસ પર દબંગ થ્રી રજૂ થવાની છે. બાકીની બંને ફિલ્મો આવતા વરસની ઇદ અને ક્રિસમસ પર રજૂ થશે.   દરમિયાન, મળેલી માહિતી મુજબ એની ૨૦૧૪-૧૫ની હિટ ફિલ્મ કીકની સિક્વલની તૈયારી પણ શરૃ થઇ રહી છે. આમ અત્યારે સલમાન બોલિવૂડના સૌથી બીઝી કલાકારમાં મોખરે છે. છેક ૨૦૧૯ની ઇદ અને ક્રિસમસ સુધી એ બુક થઇ ચૂક્યો છે એવી જાણકારી મળી હતી.

(4:39 pm IST)