મેં ખુબ મોટુ જોખમ લીધું હતું: પરિણીતી
પરિણીતી ચોપડા નવા કામોમાં વ્યસ્ત છે. તેનું વીતેલુ વર્ષ પણ ખુબ સરસ રહ્યું હતું. પરિણીતીએ કહ્યું હતું કે હવે ફિલ્મો પસંદ કરવાની મારી હિમ્મતમાં વધારો થયો છે. પરિણીતીએ ખુબ લાંબો વિરામ લીધા પછી ફરીથી કામ કરવાનું શરૂ કર્યુ હતું. આ સમયમાં તેણે ઘણી સારી ફિલ્મો આપી છે. તે કહે છે હું જે સમયથી ઘણા લાંબા સમયથી રાહમાં હતી એ બધુ મને ૨૦૨૧માં મળ્યું છે. મેં સંદીપ ઔર પિંકી ફરાર, ધ ગર્લ ઓન ધ ટ્રેન અને સાઇના જેવી ફિલ્મો પસંદ કરીને ખૂબ જ મોટું જોખમ લીધું હતું. પણ મને ખુશી છે કે દર્શકોએ મારી આ દરેક ફિલ્મને પસંદ કરી હતી. ૨૦૨૧ને કારણે મને અહેસાસ થયો કે લોકો મારી પાસેથી હટકે ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને હું પણ તેમની સાથે સહમત છું. કોઈ પણ ફિલ્મને પસંદ કરવામાં મારો જે વિશ્વાસ છે એમાં આ વર્ષને કારણે વધારો થયો છે અને એથી હું અનોખી રીતે એને પરદા પર દેખાડવાનો સતત પ્રયાસ કરતી રહીશ. હું મારી જાતને નસિબદાર પણ સમજુ છું કે નિર્માતા-મેકર્સ અને ચાહકોએ પણ મને પસંદ કરી છે.