ફિલ્મ જગત
News of Friday, 10th January 2020

વિશ્વની સૌથી નાની ઉંમરની નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઇનીની બાયપિક ''ગુલ મકઇ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી તા.૧૦: વિશ્વની સૌથી નાની ઉમરની નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઇનીની બાયોપિક ગુલ મકઇનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. પાકિસ્તાનની સાન વેલીથી નિકળીને ફ્રી એજ્યુકેશનની વાત કરનાર કાર્યકર મલાલાની આ બાયોપિકનું ટ્રેલરને દર્શકોની સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન આઝમ ખાને કર્યુ છે અને ફિલ્મમાં અતુલ કુલકર્ણી અને દિવ્યા દત્તા ફિલ્મમાં મલાલાના માતા-પિતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે તો મલાલાની મુખ્ય ભૂમિકામાં રીમ શેખ છે.

આ ફિલ્મ તાલિબાનના ડર અને ત્રાસની વિરૂદ્ધ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલાની જીતની સ્ટોરી દર્શાવશે. લગભગ અઢી મિનિટના આ ટ્રેલરની ઘાટીની સુંદરતાની સાથે શરૂઆત થાય છે અને ડાયલોગ હોય છે પશ્તૂને કયારેય પણ બાળકી જન્મમવાનો ઉત્સવ મનાવ્યો નથી. ત્યારબાદ ફ્રેમમાં જોવા મળે છે કે તાલિબાનના મિલિટેન્ટ્સ સ્વાત વેલીના લોકોને ટોર્ચર કરી રહ્યાં છે અને મારી રહ્યાં છે. તો મલાલા પોતાના બાળપણમાં ખુશ જોવા મળે  છે પરંતુ તેની સાથે એક ઘટનાથી પોતાની જિંદગી બદલી જાય છે અને મલાલા ફ્રી એજ્યુકેશન સપોર્ટમાં પોતાની વાત લોકો સુધી પહોંચાડવા લાગે છે.

મલાલા કઇ રીતે તાલિબાના અત્યાચરા અને ડર વિરૂદ્ધ ઉભી થાય છે, તે પણ ફિલ્મમાં જોવા મળશે. તે ટ્રેલરમાં એક સ્પીચમાં કહે છે કે જો તાલિબાનની પાસે હથિયારોની તાકાત છે તો આપણી પાસે કલમની તાકાત છે અને એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને મુકેશ ઋુષિ જેવા સિતારા પણ જોવા મળશે. આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સાથે સેફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમન રિલીઝ થઇ રહી છે. હાલમાં આ ફિલ્મનું  ટ્રેલર પણ રિલીઝ થયું હતું. આ સિવાય હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ ગીર પણ ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહી છે. તેવામાં ત્રણેય ફિલ્મો વચ્ચે બોકસ ઓફિસ પર મુકાબલો જોવા મળશે. 

 

(8:52 pm IST)