News of Friday, 10th January 2020
પિતા શક્તિ કપૂરને ભેટમાં આપી શ્રદ્ધાએ 1.3 કરોડની પ્રોપર્ટી
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી માં વરુણ ધવનની સાથે જોવા મળશે. બીજી તરફ તેણે પોતાના પિતા શક્તિ કપૂરને એક ખાસ ગિફ્ટ આપી છે.શ્રદ્ધા કપૂર ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રીઓ છે જે તેના પિતા સાથે ઘણી આશ્ચર્યજનક કેમિસ્ટ્રી શેર કરે છે. શ્રદ્ધા અને શક્તિ કપૂર વચ્ચેની કેમિસ્ટ્રી આશ્ચર્યજનક છે અને બંને એક બીજાને ખૂબ ચાહે છે. સામાન્ય રીતે પિતા તેમની દીકરીઓને મોંઘી ગિફ્ટ્સ આપે છે, પરંતુ શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ તેના પિતાને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી છે, જેના કારણે શ્રદ્ધા હેડલાઇન્સમાં છે.શ્રદ્ધાએ તેના પિતાને મુંબઇના જુહુ સ્થાને 1.3 કરોડની સંપત્તિ ગિફ્ટ કરી હતી. શ્રદ્ધાએ આ સંપત્તિનો 50 ટકા હિસ્સો ભેટ આપ્યો છે.
(5:29 pm IST)