ફિલ્મ જગત
News of Friday, 10th January 2020

અખિલેશ યાદવે ફિલ્મ ' છપાક'નો સંપૂર્ણ હોલ કર્યો બુક

મુંબઈ: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પ્રસંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પાર્ટીના તમામ કાર્યકરોને આ ફિલ્મ જોવા અપીલ કરી છે. આ સંવેદનશીલ અને સામાજિક મુદ્દાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ શુક્રવારે લખનઉના વેવ મોલ ખાતેના થિયેટરમાં તમામ શોની ટિકિટ બુક કરાવી છે.આ માટે એસપીએ આખો હોલ બુક કરાવી દીધો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવના નિર્દેશ બાદ પાર્ટીએ ગોમતીનગરના વેવ સિનેમા હોલમાં બુક કરાવી છે.

(5:28 pm IST)