ફિલ્મ જગત
News of Friday, 10th January 2020

જે શોમાં એન્કર હતો તેમાં જજ બન્યો મનિષ પોલ

મનિષ પોલ હવે એન્કરમાંથી જજ બન્યો હતો. તે એવો પહેલો એન્કર છે જેને ગેસ્ટ જજ બનવાની તક મળી હતી. કોઇપણ કલાકાર માટે આ મોટી સફળતા હોય છે. ઇન્ડિયન આઇડલ શોમાં એક સમયે મનિષ પોલ એન્કર તરીકે જોવા મળ્યો હતો. ૨૦૧૮માં તે આ સિંગીંગ રિયાલીટી શોમાં એન્કર બન્યો હતો. હવે તેને આ શોમાં જ સેલિબ્રિટી જજ તરીકે આમંત્રણ મળતાં તેની ખુશીનો પાર નહોતો રહ્યો. મનિષે પોતે જજ તરીકે હાજર રહ્યો એ એપિસોડનું શુટીંગ કરી લીધું છે. સેટની કેટલીક તસ્વીરો પણ સામે આવી હતી. જેમાં તે વિશાલ દદલાણી અને નેહા કક્કડ સાથે મસ્તી કરતો દેખાયો છે. મનિષે કહ્યું હતું કે મને નવા વર્ષમાં અનેક આશાઓ, ઇચ્છાઓ છે. પ્રારંભે જ મારા ખાતામાં નવી સફળતા આવી ગઇ છે. ઇન્ડિયન આઇડલમાં જજ બનીને જવું એ મારા માટે ખુબ મોટી ખુશીની વાત છે. આ શોમાં સોૈ કોઇએ મારું દિલથી સ્વાગત કર્યુ હતું. હું પોતે પણ ગીતો ગાવાનો શોખીન છું અને સંગીત પ્રત્યે મને પહેલેથી જ આકર્ષણ રહ્યું છે. જે મંચ પર હું ગયા વર્ષે એન્કર હતો એ જ મંચ પર મને ગેસ્ટ જજ તરીકે સન્માન મળ્યું તેનાથી મોટુ શું હોય શકે? આ શોના બધા સ્પર્ધકો પણ મને જોઇને ખુશ થયા હતાં. ચાહકોનો હું આભારી છું, એમના કારણે જ સફળતા મળી છે.

(10:04 am IST)