ફિલ્મ જગત
News of Friday, 10th January 2020

બે ફિલ્મો 'તાન્હાજી-ધ અનસંગ વોરિયર' અને 'છપાક' રિલીઝ

એકમાં સિંહગઢની લડાઇને થ્રીડીમાં માણવાની મજાઃ બીજી ફિલ્મમાં એસિડ હુમલાનો ભોગ બનેલી યુવતિની કહાની

આજથી બે મોટી ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં 'તાન્હાજી-ધ અનસંગ વોરિયર' તથા 'છપાક'નો સમાવેશ થાય છે.

ટી-સિરીઝ બેનર, અજય દેવગણ ફિલ્મ્સ તથા નિર્માતા ભુષણ કુમાર, અજય દેવગણ અને કૃષ્ણ કુમાર તથા નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ 'તાન્હાજી-ધ અનસંગ વોરિયર'માં સંગીત અજય-અતુલ, સચેત-પરંપરાનું છે. ફિલ્મમાં અજય દેવગણ, કાજોલ દેવગણ, સૈફ અલી ખાન, લ્યુક કેૈની, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી, જગપતિ બાબુ, દેવદત્ત નાગે, અજિન્કય દેવ, હાર્દિક સાંગાણી, નિસાર ખાનની મુખય ભુમિકા છે.

તાન્હાજી માલુસરે ૧૭મી શતાબ્દીના એક સૂરવીર યોધ્યા હતાં. યુધ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યા પછી પણ તેમની વિરતા અને વિરતાના કારનામા યુધ્ધમાં સૈનિકોને લાંબા સમય સુધી પ્રેરીત કરતાં રહ્યા હતાં. ફોૈલાદી શરીર, સિંહ જેવા નિડર, ચુસ્ત મગજ ધરાવતાં તાન્હાજી તે વખતે છત્રપતિ શિવાજીના નજીકના સહયોગી અને વિશ્વસનિય હતાં. તાન્હાજી પોતાના રાજા અને દેશ માટે હમેંશા પોતાનું જીવન દાવ પર લગાવવા તૈયાર રહેતા હતાં.  મુગલ સમ્રાટ ઓૈરંગઝેબે પહાડી કિલ્લા કોંડાનાને દક્ષિણ ભારતની રાજધાની ઘોષીત કરી ત્યાંથી દક્ષિણ ભારતમાં મુગલ સામ્રાજ્ય વધારવાની યોજના બનાવી હતી.

મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજે સેનાપતિ તાન્હાજીને આદેશ કર્યો કે કોઇપણ કિંમતે કોંડાના પર કબ્જો કરી દક્ષિણ ભારતને મુગલોના આક્રમણથી બચાવવાનો છે. મુગલ સમ્રાટ પોતાના વિશ્વાસુ ઉદય ભાનને આ કિલ્લાની રક્ષા માટે મોકલે છે. બહાદુર તાન્હાજી કોંડાના કિલ્લાને પાછો મેળવવા ઉદય ભાનના નેતૃત્વવાળી મુગલ સેના વિરૂધ્ધ યોજના બનાવે છે. કોંડાનાનો કિલ્લો મરાઠાઓનું ગોૈરવ હતો. તાન્હાજી થોડા અમથા સૈનિકોને લઇને યુધ્ધ કરવા પહોંચે છે. મુગલો પાસે બાહુબળ હતું તો તાન્હાજી પાસે તિક્ષણતા હતાં. દુર્ભાગ્યપુર્ણ વાત એ હતી કે મરાઠાઓએ કોંડાના તો જીત્યો હતો, પણ પોતાનો સિંહ ખોઇ દીધો હતો. આ લડાઇને સિંહગઢની લડાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ યોધ્ધાની  વિરતા આજે પણ રાષ્ટ્રને ગોૈરવાન્તિત કરે છે. આ ફિલ્મ થ્રીડીમાં પણ જોવાનો લ્હાવો મળવાનો છે.

બીજી ફિલ્મ 'છપાક'ના નિર્માતા ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ, દિપીકા પાદુકોણ, ગોવિંદ સિંહ, મેઘના ગુલઝાર અને નિર્દેશક મેઘના ગુલઝાર છે. સંગીત શંકર-અહેસાન-લોયનું છે. ફિલ્મમાં દિપીકા પાદુકોણ, વિક્રાંત મૈસીની મુખ્ય ભુમિકા છે. છપાક એ લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારીત છે. લક્ષ્મીના ચહેરા પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. કહાની જોઇએ તો માલતી (દિપીકા પાદુકોણ) પર ૨૦૦૫માં નવી દિલ્હીના એક રસ્તા પર એસિડ-તેજાબ ફેંકવામાં આવે છે. આ ઘટનાથી માલતીનો ચહેરો બળી જાય છે. તે પોતાના ચહેરાને જોવે છે ત્યારે લાગે છે કે તેની દુનિયા જ ખત્મ થઇ ગઇ. માલતી ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દે છે. પણ પછી લડવાનો નિર્ણય કરે છે. માલતીની કહાનીના માધ્યમથી છપાક ફિલ્મમાં એસિડ હુમલાનો ભોગ બનેલી યુવતિની કેવી હાલત થાય છે, તે કઇ રીતે લડે છે અને જીવે છે તેની વાત જોવા મળશે.

(10:03 am IST)