News of Thursday, 9th December 2021
10 ડિસેમ્બરે રિયાધમાં 'દબંગ ધ ટૂર રિલોડેડ'ની ટીમ સાથે પરફોર્મ કરશે સલમાન ખાન
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 10 ડિસેમ્બર 2021ના રોજ દબંગ ધ ટૂર રીલોડેડની ટીમ સાથે સાઉદી અરેબિયાના રિયાધમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. આ માહિતી ખુદ અભિનેતા સલમાન ખાને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી દબંગ ધ ટૂર રીલોડેડનો પ્રોમો વીડિયો શેર કરતી વખતે આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, "હેલો રિયાધ, 10મી ડિસેમ્બરે ઇન્ટરનેશનલ એરેના પરેડ ઝોનમાં તમને બધાને મળવા માટે આતુર છું".
(4:36 pm IST)