ફિલ્મ જગત
News of Monday, 9th November 2020

ક્રાઇમ થ્રિલર સિરીઝમાં સોનાક્ષી

ફિલ્મો અને ટીવી પરદાના અભિનેતા, અભિનેત્રીઓ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર વધુને વધુ એન્ટ્રી કરવા માંડ્યા છે. વેબ સિરીઝમાં પણ મોટા કલાકારો કામ કરતાં થયા છે. સોનાક્ષી સિન્હા હાલમાં રીમા કાગતીની વેબ સિરીઝ ફોલન સાથે જોડાઇ છે. આ સિરીઝનું રાજસ્થાનમાં આવતા મહિને શુટીંગ શરૂ થશે. આ વેબ સિરીઝથી સોનાક્ષી ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી રહી છે. સોનાક્ષી સાથે આ સિરીઝમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા, સોહમ શાહ પણ અગત્યના રોલ નિભાવી રહ્યા છે. રીમા કાગતી આ સિરીઝનું કામ એક જ ઝાટકે પુરૂ કરવાની તૈયારીમાં છે. તેની ક્રુ ટીમમાં પાંત્રીસ લોકોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વર્ષના પહેલા મહિનામાં જ આ સિરીઝનું કામ પુરૂ કરી નાંખવામાં આવશે. પ્રાઇમ વિડીયો પર આ સિરીઝ રિલીઝ થવાની છે. ફોલન એ ક્રાઇમ થ્રિલર જોનરની સિરીઝ છે. સોનાક્ષી સિન્હા છેલ્લે દબંગ-થ્રીમાં જોવા મળી હતી. તે અજય દેવગણ સાથેની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પણ મુખ્ય રોલમાં છે.

(11:38 am IST)