અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ ડેટ બદલાઈ
મુંબઈ: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'ચેહરે'ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. અમિતાભ અને ઇમરાન પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ચાહકો આ બંનેની જોડીને એક સાથે મોટા પડદે જોવા માટે ઉત્સાહિત છે અને આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. પરંતુ હવે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝની તારીખ વધારી દીધી છે.તમને જણાવી દઇએ કે અગાઉ આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 24 એપ્રિલ 2020 ના રોજ રીલિઝ થશે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 24 એપ્રિલના રોજ રિલીઝ થશે.