ફિલ્મ જગત
News of Friday, 8th November 2019

રજનીકાંતની ફિલ્મ દરબારનું મોશન પોસ્ટર ચાર ભાષામાં રિલીઝ

સલમાને ટ્વિટર પર મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું છે, એક માત્ર સુપરસ્ટારને ઘણી બધી શુભેચ્છાઓ

 

મુંબઈ : રજનીકાંતની અપકમિંગ ફિલ્મ દરબારની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરાયું છે જેમાં તેનો અલગ અંદાજ જોવા મળે છે. પોસ્ટરને સલમાન ખાન અને કમલ હાસન જેવા સ્ટારે પણ શરે કર્યું છે. ફિલ્મનું નિર્માણ Lyca પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.

  રજનીકાંતની પોપ્યુલારિટીને જોતાં ફિલ્મને 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તેમાં હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુ જેવી ભાષા સામેલ છે. ફિલ્મનું મોશન પોસ્ટર પણ 4 ભાષામાં શેર કરવામાં આવ્યું છેસલમાન ખાન, કમલ હાસન, મહેશ બાબૂ અને મોહનલાલ જેવા મોટા સુપરસ્ટાર્સે દરબારના પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સલમાને ટ્વિટર પર મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું છે, એક માત્ર સુપરસ્ટારને ઘણી બધી શુભેચ્છાઓ. રજની ગુરુ પૂરા મોશનમાં છે. મોશન પોસ્ટરમાં રજનીકાંત એક સ્ટાઈલિશ કોપ રૂપમાં જોવા મળશે. તે એક્શન કરતાં-કરતાં રોલિંગ ચેર પર સ્ટાઈલ અંદાજમાં બેસતો જોવા મળે છે. ફિલ્મ પોંગલ પ્રસંગે 2020માં રિલીઝ થશે. હવે જોવું રહ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરશે.

(12:52 am IST)