ફિલ્મ જગત
News of Tuesday, 9th October 2018

ગોવિંદા સાથે કામ કરતી વખતે ડરી ગયો હતો વરૂણ

કોમેડી ફિલ્‍મો થકી બોલીવૂડમાં ઓળખ ઉભી કરનાર અભિનેતા વરૂણ શર્મા હવે કોમેડીના બાદશાહ ગણાતા ગોવિંદા સાથે જોવા મળશે. વરૂણ ‘ફ્રાયડે' નામની ફિલ્‍મમાં ગોવિંદા સાથે આવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે હીરો નંબર વન અભિનેતાની ફિલ્‍મો જોઇને હું મોટો થયો છું. તેની સાથે કોમેડી કરતી વખતે હું ખુબ ડરી ગયો હતો. ગોવિંદા સાથે ફિલ્‍મ કરવી એ સપનુ પુરૂ થવા સમાન છે. ગોવિંદા કોમેડી શૈલીના દિગ્‍ગજ અભિનેતા છે ત્‍યારે તેમની સાથે કામ કરવું એ મારા માટે પડકાર હતો. પણ મને ખબર હતી કે એક એવો અનુભવ મળશે કે જેના થકી ઘણું શીખવા મળશે. હું મારા બાળકોને કહી શકીશ કે મેં ગોવિંદા સાથે કામ કર્યુ છે. ફૂકરેથી જાણીતો બનેલો વરૂણ હાલમાં અર્જુન પટિયાલા અને છિછોરે નામને ફિલ્‍મો પણ કરી રહ્યો છે.

(10:17 am IST)