ફિલ્મ જગત
News of Monday, 9th September 2019

વિક્રાંત મેસીને મળ્યો હવે યામી ગૌતમ સાથે કામ કરવાનો મોકો

મુંબઈમેઘના ગુલઝારના ડાયરેકશનમાં બની રહેલી 'છપાક'નું શૂટિંગ પુરુ થઇ ગયું છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. હવે વિક્રાંત પોતાની આગામી ફિલ્મની તૈયારી કરીરહ્યો છે. વિક્રાંત જલદી જ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ વખથે તેની સાથે યામી ગૌતમ જોડી જમાવશે.'' 'ગિન્ની વેડ્સ સની' આ ફિલ્મ એક મેરેજ ડ્રામા છે. જેમાં હુ સનીનું પાત્ર ભજવું છું અને ગિન્નીના પાત્રમાં યામી જોવા મળશે. મને ગિન્ની સાથે પ્રેમ થઇ જાય છે, પરંતુ ગિન્નીને પોતાના શમણાં પૂરા કરવા હોવાથી લગ્ન કરવાની ઉતાવળ નથી.તેથી તે મારા પ્રત્યે ધ્યાન આપતી નથી. પરંતુ સન્ની ગિન્નીની માતાાની મદદથી ગિન્નીનું દિલ જીતવાના પ્રયાસ કરે છે. ફિલ્મમાં હું એક શેફનું પાત્ર ભજવું છું, જે દિલ્હીનો હોય છે.'' તેમ વિક્રાંતે પોતાની આગામી ફિલ્મ બાબત જણાવ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતુ કે, '' આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને બહુ પસંદ પડી છે.આ સ્ક્રિપ્ટને નવજોત ગુલાટી અને સુમિત અરોરાએ લખી છે, જેમણે 'સ્ત્રી'ની સ્ક્રિપ્ટ પણ લખી હતી. 

(5:56 pm IST)