ફિલ્મ જગત
News of Monday, 9th September 2019

ટૂંક સમયમાં રવીના ટંડન બનશે નાની: દત્તક દીકરીની બેબી શૉવરની ફોટો થઇ વાઇરલ

મુંબઈ: બોલિવૂડની 44 વર્ષીય સુંદર અભિનેત્રી રવિના ટંડન આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ હાલમાં તે ટીવીના ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 9' માં જજની ભૂમિકામાં નજર આવી રહી છે. ફિલ્મો ઉપરાંત રવિના અન્ય સામાજિક કાર્યો સાથે સંકળાયેલી છે.સમાચારો અનુસાર રવિના ટંડન ટૂંક સમયમાં નાની બનવા જઈ રહી છે. તાજેતરમાં તેણે પોતાની દત્તક પુત્રી છાયા માટે બેબી શાવર પાર્ટી રાખી હતી. સોશિયલ મીડિયા પર આ પાર્ટીની કેટલીક તસવીરો દર્શાવવામાં આવી છે. આ તસવીરો સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ શેર કરી છે. આ તસવીરોમાં રવિના ટંડન તેની દત્તક પુત્રી છાયા અને પૂજા માખીજા સાથે જોવા મળી રહી છે.

(5:50 pm IST)