ફિલ્મ જગત
News of Monday, 9th September 2019

અક્ષરકુમાર પાસે છે ૨૬૦ કરોડનું પ્રાઇવેટ જેટઃ ૮૦ કરોડનો બંગલો : વૈભવી કાર

 મુંબઇ,તા.૯:બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમારનો આજે ૯ સપ્ટેમ્બરનાં તેનો ૫૨નો જન્મ દિવસ છે. ૯ સપ્ટેમ્બર ૧૯૬૭ના  રોજ તેનો અમૃતસરમાં જન્મ થયો હતો. તેનું સાચુ નામ હરિઓમ ભાટિયા છે. ૧૯૯૧ માં  આવેલી ફિલ્મ સૌગંધથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. અક્ષય બેંકોકમાં વેઇટરનું કામ કરી ચુકયો છે. હાલમાં અક્ષય દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારો ચોથા નંબરનો એકટર છે. થોડા સમય પહેલાં ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં તે ચોથા નંબર પર છે.વેલ આજે અક્ષયનાં જન્મ દિવસ પર તેની લકઝુરિયસ લાઇફ સ્ટાઇલ અને કમાણી પર વાત કરીએ. તેની કૂલ કમાણી ૬૯ મિલિયન ડોલર એટલે આશરે ૪૮૬ કરોડ રૂપિયા છે. તેની નેટ વર્થ ૧,૦૨૮ કરોડ રૂપિયાથી વધુ છે. અક્ષય કુમાર પ્રાઇવેટ જેટમાં ફરે છે અને આલિશાન બંગલો ધરાવે છે. ચાલો તેનાં જીવનની ૫ સૌથી મોંદ્યી વસ્તુઓ પર કરીએ એક નજર.૨૬૦ કરોડનું પ્રાઇવેટ જેટ- અક્ષય કુમારે દેશ અને દુનિયામાં સફર કરવા માટે પ્રાઇવેટ જેટ વસાવ્યું છે. બોલિવૂડનાં ગણતરીનાં સ્ટાર્સ પ્રાઇવેટ જેટ ધરાવે છે. તેમાંથી એક અક્ષય કુમાર છે. અક્ષય કુમારનાં આ જેટની કિંમત ૨૬૦ કરોડ રૂપિયા છે.૮૦ કરોડનો બંગલો- અક્ષય કુમાર ૮૦ કરોડ રૂપિયાનાં મુંબઇમાં પ્રાઇમ બીચ બંગલામાં રહે છે. આ બંગલો દરિયા કિનારે છે. અને તેનું સંપૂર્ણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અક્ષય કુમારની પત્ની એકટ્રેસ ટ્વિંકલ ખન્નાએ ડિઝાઇન કર્યું છે.૩.૨ કરોડ રૂપિયાની કાર- ભારતમાં ફકત ત્રણ એવાં સ્ટાર્સ છે જે Bentley Continental Flying Spur કારનાં માલિક છે. અક્ષય કુમાર ઉપરાંત અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન આ કારનાં માલિક છે.૩.૩૪ કરોડની કાર- અક્ષય કુમાર રોલ્સ રોયસ ફેન્ટમ કારનો માલિક છે. જેની કિંમત ૩.૩૪ કરોડ રૂપિયા છે. આ કાર બોલિવૂડનાં ચાર સ્ટાર્સ પાસે છે. મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર.(૨૨.૩૨)

(4:22 pm IST)