ટીવી પરદે ૨૭ વર્ષની સફર પુરી કરી ઉર્વશી ધોળકીયાએ
ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકીયાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ૨૭ વર્ષની સફર પુરી કરી લીધી છે. છ વર્ષની ઉમરે વિજ્ઞાપન થકી ટીવી પરદે કામ શરૂ કરનાર ઉર્વશી ૧૯૯૩માં પહેલા ટીવી શો દેખ ભાઇ દેખમાં જોવા મળી હતી. ઉર્વશીએ પોતાની ૧૪ વર્ષથી માંડી ૪૧ વર્ષની વય સુધીની કેટલીક તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. અહિ ઉર્વશીએ સખ્ત મહેનત કરીને સતત સફળતા મેળવી છે. તેણે ઘર એક મંદિર, કભી શોૈતન કભી સહેલી, કહીં તો હોગા સહિતના શો કર્યા છે. જો કે કસોટી જિંદગી કીના કોમોલિકાના રોલે ઉર્વશીને ઘર-ઘરમાં જાણીતી બનાવી દીધી હતી. ૨૦૧૩માં ઉર્વશીએ બિગ બોસ-૧૩માં પણ કામ કર્યુ હતું. હાલમાં જ તે નચ બલિયે-૯માં તેના એકસ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે જોવા મળી હતી. ચંદ્રકાંતા શોમાં પણ રાની ઇરાવતીનો રોલ ભજવ્યો હતો.