તાપસીની થ્રિલર ફિલ્મ ૧૯મીએ થશે રિલીઝ
તાપસી પન્નુ વધુ એક વખત થ્રિલર ફિલ્મમાં જોવા મળવાની છે. નિર્દેશક અનુરાગ કશ્યપે આ ફિલ્મ બનાવી છે. થ્રિલરમાં તેની સારી મહારત છે. દોબારા નામની ફિલ્મમાં તાપસી સાથે પવેલ ગુલાટી છે. આ બંને અગાઉ પણ સાથે કામ કરી ચુક્યા છે. બાલાજી મોશન પિક્ચર્સે આ ફિલ્મનું ટ્રેલર પોતાના યુટયૂબ પર રિલીઝ કર્યું છે. નિર્દેશક અનુરાગ કશ્યપની આ ફિલ્મ પહેલા જ લંડન ફિલ્મ ફેસ્ટિવલ, ફાન્ટેસિયા ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક જગ્યાએ બતાવાઈ ચૂકી છે. ટ્રેલરથી એ સ્પષ્ટ થાય છે કે આ એક મર્ડર મિસ્ટ્રી થ્રિલર છે. જેમાં ટાઈમ-ટ્રાવેલનો કોન્સેપ્ટ પણ લાવવામાં આવ્યો છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. આ કોઈ હોરર નહિ પણ મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મનું ટાઇટલ પણ રસપ્રદ છે. દોબારા એટલે બીજી વખત એમ નહિ, પણ ૨:૧૨ એવું છે. ફિલ્મ પણ ૨ કલાક અને ૧૨ કલાકમાં પુરી થઇ જશે. દોબારા આગામી ઓગણીસમી ઓગષ્ટના રિલીઝ થવાની છે. તાપસી છેલ્લે સાબાશ મીઠુમાં જોવા મળી હતી. હવે તેને ફરી થ્રિલરમાં જોઇ શકાશે.