ફિલ્મ જગત
News of Tuesday, 9th July 2019

દર્શકોના દિલ જીતવાની કળા અનિતા હસનંદાની સારી રીતે જાણે છે

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે અવાર-નવાર સિજલીંગ લૂકમાં જોવા મળે છે. તાજેતરમાં આ કપલની સ્વીમિંગ પૂલની તસ્વીરો સામે આવી હતી. જેમાં બંને રોમાન્ટીક મૂડમાં દેખાઇ રહ્યા હતાં. અનિતા બ્લૂ રંગની મોનોકોની પહેરીને એકદમ હોટ લાગી રહી હતી. અનિતાએ તસ્વીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે મને મારા પતિ પ્રત્યે પ્રેમ છે, કારણ કે તેની પાસે શાનદાર પત્નિ છે. રોહિત અને અનિતાએ લવમેરેજ કર્યા છે. અનિતાની જેમ રોહિતના પણ સોશિયલ મિડીયા પર અસંખ્ય ચાહકો છે. અનિતાએ યે હૈ મહોબ્બતે શોમાં શગૂન અને નાગિન-૩માં વિશાખાનો રોલ નિભાવી ખુબ નામના મેળવી છે. તે ટીવી ઉપરાંત બોલીવૂડ અને સાઉથની પણ અનેક ફિલ્મો કરી ચુકી છે. ટીવીની દુનિયામાં તેની ગણના જાણીતી અને ખુબસૂરત અભિનેત્રીમાં થાય છે. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન, અનિતા દર્શકોના દિલ જીતવાની કળા સારી રીતે જાણે છે.

(11:38 am IST)