ફિલ્મ જગત
News of Monday, 9th July 2018

તાપસી પન્નુ અને ઋષિ કપૂરની ફિલ્મ 'મુલ્ક'નું ટ્રેલર થયુ રિલીઝ

મુંબઈ :બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરની ફિલ્મ મુલ્કનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મનું નિર્દેશન અનુભવ સિન્હા કરી રહ્યા છે. ફિલ્મની કહાની એક એવા મુસ્લિમ પરિવારની આસપાસ ફરે છે. જેના માથે દેશદ્રોહનો આરોપ લાગેલો હોય છે.

  આ ફિલ્મમાંઋષિ કપૂર સિવાય તાપસી પન્નુ, આશુતોષ રાણા, પ્રતિક બબ્બર, રજત કપૂર અને મનોજ પાહવા પણ લીડ રોલમાં જોવા મળશે.

(7:52 pm IST)