ફિલ્મ જગત
News of Monday, 9th July 2018

થ્રિલર ફિલ્મમાં સાથે કામ કરશે ઇમરાન હાશ્મી અને રિશી કપૂર

મુંબઈ:દક્ષિણ ભારતીય તેમજ વિદેશી ફિલ્મોની નકલ અથવા તો હક્ક ખરીદીને ફિલ્મ બનાવાનો ટ્રેન્ડ સદીથી ચાલતો આવ્યો છે. પરંતુ હવે બોલીવૂડના માંધાતાઓએ સ્પેનિશ ફિલ્મો પર પણ નજર દોડાવી છે. ફિલ્મો બોલીવૂડના દર્શકોને પસંદ પડી પણ રહી છે. કડીમાં બની રહેલી ફિલ્મ વરસે રીલિઝ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્દર્શક જીતૂ જોસફની પ્રથમ હિંદી ફિલ્મ જલદી રીલિઝ થશે. એક થ્રિલર ફિલ્મ છે. જેમાં ઇમરાન હાશ્મી અને રિશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૨૦૧૨માં આવેલી ક્રાઇમ વિષયક  થ્રિલર ફિલ્મ ' બોડી હિંદી રિમેક હશે. જોકે અંગ્રેજી નામ છે પરંતુ ફિલ્મનું અસલી નામ તો સ્પેનિશમાં છે. કહેવાય છે કે હિંદીમાં પણ ફિલ્મ ' બોડી શિર્ષકથી રીલિઝ થશે. ફિલ્મનું મુંબઇમાં શૂટિંહ થયા બાદ મોરેશિયસમાં પણ શૂટિંગ થઇ ચુક્યું છે. વરસના અંત સુધીમાં ફિલ્મને રીલિઝ કરવાની યોજના છે. ઇમરાન હાશ્મી લાંબા સમય બાદ રૃપેરી પડદે જોવા મળશે. ભૂતકાળમાં તેણે ઘણી સફળ ફિલ્મો આપી છે. તેથી બોલીવૂડના માંધાતાઓને આશા છે કે ફિલ્મ પણ દર્શકોનું મનોરંજન કરી શકશે.

(6:01 pm IST)