ફિલ્મ જગત
News of Monday, 9th July 2018

રાની મુખર્જી એક સુંદર બુઢ્ઢીના રોલ માટે જ બની છે: આમીરખાન

ફિલ્મ હિચકીમાં રાનીના અભિનયના આમિરે કર્યા ગજબનાક વખાણ

મુંબઈ ;ફીલ અભિનેત્રી રાની મુખર્જીએ ઘણા સમય બાદ ફિલ્મ હિચકીથી બોલિવુડમા કમબેક કર્યુ હતુ અને ફિલ્મ માત્ર ક્રિટિક્સને પસંદ પડી,બોક્સ ઓફિસમાં પણ હિટ સાબિત થઈ હતી. ફિલ્મને જોઈને સુપરસ્ટાર આમિર ખાને તેને મજાક મજાકમાં બુઢ્ઢી બોલતા કહ્યુ હતુ કે જો તે એક બુઢ્ઢીનો રોલ કરશે તો ઘણી સારી લાગશે. તેમનું કહેવુ હતુ કે રાની મુખર્જી એક સુંદર બુઢ્ઢીના રોલ માટે જ બની છે

  તેમણે કહ્યુ હતુ કે ફિલ્મમાં રાનીનો અભિનય જોરદાર છે અને બાકી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં તેમને વધુ આનંદ આવ્યો. ફિલ્મ મર્દાનીમાં પણ ઘણી વધુ ચર્ચા થઈ હતી અને લોકોએ રાનીની ખૂબ પ્રશંસા પણ કરી હતી. 

(12:33 pm IST)