News of Monday, 9th July 2018
અજયને કારણે અર્જુનને મળી ફિલ્મ
બોલીવૂડમાં એક તરફ એક બીજાની ફિલ્મ મેળવવા કલાકારોમાં સતત સ્પર્ધા જામેલી હોય છે ત્યારે બીજી તરફ અજય દેવગણે એક મોટી ફિલ્મ અર્જૂન કપૂરને અપાવી છે. અજયને લઇને રાજકુમાર ગુપ્તાએ 'રેઇડ' નામની સુપરહિટ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મે સો કરોડથી વધુની કમાણી કરી હતી. હવે તે 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' નામની ફિલ્મ બનાવી રહ્યા છે.
આ ફિલ્મની સ્ક્રિપ્ટ લઇને અજય દેવગણ પાસે ગયા હતાં. અજયએ યુવા કલાકાર તરીકે તુર્ત જ અર્જુન કપૂરનું નામ સુચવતાં અર્જુનનો સંપર્ક કરાયો હતો. તેણે તુર્ત જ આ જોરદાર સ્ક્રિપ્ટ પસંદ કરી લીધી હતી. ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. હાલ અર્જુન બીજી ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. બીજી તરફ અજયને લઇને બોની કપૂર ફિલ્મ બનાવી રહ્યા છે.
(9:00 am IST)