પંજાબની બિશ્નોઇ ગેંગ કુખ્યાત ગુર્ગે સંપત નેહરાને સુપર સ્ટાર સલમાનખાન પર બારીક નજર રાખવાનો આદેશ આપ્યો હતોઃ સર્વે-હુમલાની જવાબદારી સોંપાઇ હતી.
મુંબઇઃ પંજાબની બિશ્નોઇ ગેંગ બિન ગેંગ કુખ્યાત ગુર્ગે સંપત નેહરાને સુપર સ્ટાર સલામનખાન પર બારીક નજર રાખવાનો આદેશ આપ્યો હતો. તેમજ સર્વે-હુમલલો કરવાની જવાબદારી પણ સોંપાઇ હતી.
STF ટીમના હોશ ત્યારે ઊડી ગયા જ્યારે નેહરાએ જણાવ્યું કે, તેને મેના પહેલા સપ્તાહમાં જ સલમાનના અપોર્ટમેન્ટ અને તેની એક-એક મૂવમેન્ટનો સર્વે કરી લેવાયો હતો. તે ક્યારે બાલ્કનીમાં ફેન્સને મળવા આવે છે અને ક્યારે બહાર આવે છે, તેની પણ જાણકારી એકઠી કરી લેવાઈ હતી. નેહરાએ પૂછપરછમાં આગળ જણાવ્યું કે, તેનો પ્લાન સલમાન પર હુમલો કરી દેશ છોડી ભાગી જવાનો હતો.
આ ષડયંત્રમાં હવે લૉરેન્સ બિશ્નોઈની તે ધમકી સાથે જોડીને જોવામાં આવી જેમાં તેણે સલમાનને પોતે જોધપુરમાં મારવાની વાત કહી હતી. STF અનુસાર, સંપત નેહરાએ સલમાનના ઘરની બાલ્કની સુધીનું અંતર માપ્યું અને તેના ઘરની તસવીરો પણ ખેંચી. જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં બિશ્નોઈએ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ પ્લાનને અંજામ આપવા માટે તકની રાહ જોવાઈ રહી હતી.