ફિલ્મ જગત
News of Saturday, 9th June 2018

નાગરાજ મંજુલાની ફિલ્મ 'ઝુંડમાં કામ કરવાનો ફરી નિર્ણય કર્યો અમિતાભ બચ્ચન

મુંબઇ:  અમિતાભ બચ્ચનને નાગરાજ મંજુલાની ફિલ્મ 'ઝુંડમાં કામ કરવાનો ફરી નિર્ણય લીધો છે. પહેલા અબિનેતાએ ફિલ્મ સાઇન પણ કરી હતી, પરંતુ કોઇ કારણોસર તેમણે સાઇનિંગ એમાઉન્ટ પરત કરી દીધી  હતી. હવે ફરી તેમણે ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે તેના પરથી લાગે છે બધુ સમુસૂથીં પાર પડી ગયું છે. ફિલ્મ નાગરાજની પ્રથમ હિંદી ફિલ્મ હશે જેમાં તે પીઢ અભિનેતાનું દિગ્દર્શન કરશે. ફિલ્મ એક એવા રિટાયર્ડ સ્પોર્ટસ ટીચર પર આધારિત છે જે ઝૂંપડપટ્ટીમાં ફુટબોલ રમત શરૃ કરે છે. ફિલ્મ વિજય બરસે પરઆધારિત હશે.જેમણે સ્લમ એરિયામાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપ્યું અને ભારતીય ટેલન્ટનો વિશ્વમાં ડંકો વગાડયો. નાગરાજ હંમેશાથી અમિતાભનો ચાહક રહ્યો છે. તેણે બોલીવૂડમાં કારકિર્દી શરૃ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેણે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું નક્કી કરી લીધું હતું.

(4:52 pm IST)