ફિલ્મ જગત
News of Saturday, 9th June 2018

ફિલ્મ રેસ-૩નુ સેલ્ફીશ ગીત થયું રિલીઝ

મુંબઈ: ફિલ્મ રેસ-૩નુ સેલ્ફીશ અને અલ્લાહ દુહાઈ હૈ ગીત પહેલાથી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે ત્યારે હવે ફિલ્મનુ નવુ ગીત રીલીઝ કરવામાં આવ્યુ છે. 

 

સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપુર, જેકલીન ફર્નાન્ડિસ અને ડેઝી શાહ સ્ટારર ફિલ્મ રેસ- આગામી ૧૫ જુનના રોજ રીલીઝ થવાની છે. ત્યારે ફિલ્મનુ નવુ ગીત પાર્ટી ચલે ઓન રીલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મના ગીતને મિકા સિંહ અને લુલીયા વંતુરે ગાયુ છે. 
ગીતના લીરિક્સ વિક્કી અને હાર્દિકે આપ્યા છે. ગીતને ડીજે ચીટ્સ દ્વારા પ્રોડયુસ કરવામાં આવ્યુ છે. ફિલ્મના ગીતમાં સલમાનનો ડાંસ પણ દર્શકોને જોવા મળશે, જે ગીતને વધુ સારુ બનાવે છે. ગીતમાં ફિલ્મની સમગ્ર ટીમ હેપ્પી મોડમાં જોવા મળી રહી છે. મહત્વનુ છે કે ફિલ્મ રેસ-૩નુ ટ્રેલર અને તેના પહેલાના બે ગીતો લોકોને ખૂબ પસંદ પડયા છે.

(4:51 pm IST)