ફિલ્મ જગત
News of Saturday, 9th June 2018

લંડનમાં વીરે દી વેડિંગનું સેલિબ્રેશન

કરીના કપૂર ખાન, સોનમ કપૂર આહુજા અને રિયા કપૂર હાલમાં લંડનમાં છે. સોનમ તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ગઇ છે અને કરીના ત્યાં વેકેશન માટે ગઇ છે. જો કે તેઓ ત્યાં 'વીરે દી વેડિંગ' ની સફળતાનું સેલિબ્રેશન કરતાં જોવા મળ્યાં હતા અને એમાં અર્જુન કપૂર પણ હાજર રહ્યો હતો. અર્જુન લંડનમાં 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ કરી રહ્યો હોવાથી તેમની સાથે જોવા મળ્યો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમના વિવિધ ફોટો શેર કર્યા છે.

(4:03 pm IST)