ફિલ્મ જગત
News of Sunday, 9th May 2021

શેફાલી જરીવાલાના વેકેશનની સેક્સી તસવીરો વાયરલ થઈ

શેફાલી જરીવાલા સોશલ મીડિયા પર ખુબ એક્ટિવ છેઃ અભિનેત્રી શેફાલી જરીવાલાએ તેના વેકેશનને માણવામાં ક્રીમ કલરના ક્રોશિયા ટોપમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે

મુંબઈ,તા.૯: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા આજકાલ સોશલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. શેફાલી સતત સોશલ સાઈટ પર પોતાના ફોટો અપલોડ કરતી રહે છે. આવખતે તો શેફાલીએ એવા ફોટો અપલોડ કર્યા છેકે, તમે જોશો તો જોતા જ રહી જશો. શેફાલીનો આ સેક્સી અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. એજ કારણ છેકે, તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. આજકાલ શેફાલી જરીવાલા પર છવાયેલી રહે છે. તેણે ક્રીમ કલરના ક્રોશિયા ટોપમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. શેફાલીએ ફરી એકવાર કાતિલ ફોટશૂટ કરાવીને ફેન્સને ચોંકાવી દીધાં છે.

     તેનો આ બોલ્ડ અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. શેફાલી જરીવાલા ખુબ જ બોલ્ડ અને સેક્સી અભિનેત્રી છે. જોકે, આ બોલ્ડ બાલાની બ્યૂટીમાં વધારો કરે છે તેના ફોટોશૂટનું સુંદર બેકગ્રાઉંડ અને તેના સ્ટાઈલીશ કપડાં. શેફાલીનો જાદુઈ અંદાજ જોઈને તમે પણ તેના ફેન બની જશો. રિલીવિંગ ટોપ સાથે ખુલ્લા વાળમાં શેફાલી ખુબ સેક્સી લાગે છે. હાલમાં જ શેફાલી પોતાના બોયફ્રેન્ડ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરીને પાછી ફરી છે. શેફાલીના વેકેશનની બધી જ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે.

(11:26 am IST)