ફિલ્મ જગત
News of Sunday, 9th May 2021

મલાઈકા અરોરા પોતાને એક દીકરી હોય તેવું ઈચ્છતી હતી

મલાઈકા સુપર ડાન્સરમાં શિલ્પાની જગ્યા લીધીે: અભિનેત્રી મલાઈકાએ સ્ટેજ પર કન્ટેસ્ટન્ટ ફ્લોરિના ગોગોઈ સાથે ડિસ્કો સ્ટેશન સોન્ગ પર ડાન્સ કર્યો હતો

મુંબઈ,તા.૯: મલાઈકા અરોરા ૪૭ વર્ષની છે અને ૧૮ વર્ષના દીકરા અરહાન ખાનની માતા છે. મલાઈકા આ ઉંમરે પણ એટલી યુવાન લાગે છે કે હાલની ટોચની હીરોઈનોને પણ ટક્કર આપે છે. તે બોલિવુડની મોસ્ટ ગોર્જિયસ, સેક્સી અને ચાર્મિંગ હીરોઈનમાંથી એક છે. સુપર ડાન્સર ચેપ્ટર ૪માં મલાઈકા અરોરા શિલ્પા શેટ્ટીની જગ્યાએ ગેસ્ટ જજ બનીને આવવાની છે. જેનું શૂટિંગ થઈ ગયું છે. શો દરમિયાન મલાઈકાએ જણાવ્યું હતું કે, તે હંમેશાથી ઈચ્છતી હતી કે તેને ત્યાં દીકરી જન્મે. મલાઈકાએ સ્ટેજ પર કન્ટેસ્ટન્ટ ફ્લોરિના ગોગોઈ સાથે ડિસ્કો સ્ટેશન સોન્ગ પર ડાન્સ કર્યો હતો. રેડ શિમરી આઉટફિટમાં સુંદર લાગી રહેલી મલાઈકા, ફ્લોરિનાને કોરિયોગ્રાફર તુષાર સાથે ડાન્સ કરતી જોઈને ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. મલાઈકાએ ૬ વર્ષની ફ્લોરિનાના વખાણ કર્યા હતા અને તેની સાથે ડાન્સ કર્યા બાદ તેને ઉંચકી લીધી હતી અને પૂછ્યું હતું કે, હું તને ઘરે લઈ જાઉં?'. તો ફ્લોરિના પણ જવા માટે તૈયાર થઈ ગઈ હતી અને ગીતા કપૂરે આ વાતથી તેની મજાક પણ કરી હતી. મલાઈકાએ બાદમાં કહ્યું હતું કે, મારે દીકરો છે લાંબા સમયથી હું કહી રહી છું કે, 'કાશ મારે એક દીકરી હોત.

       મારી પાસે ઘણા બધા સુંદર જૂતા અને કપડાં છે પરંતુ તેને પહેરવા માટે કોઈ નથી. બાદમાં તેણે ફ્લોરિનાને કિસ આપવા માટે પણ કહ્યું હતું. આસામથી આવતી ફ્લોરિનાનું પર્ફોર્મન્સ જોઈને ટેરેન્સે પણ તેના વખાણ કર્યા હતા. મલાઈકા અને તેના દીકરા અરહાનની વાત કરીએ તો, એક ફૂડ શોમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તે તેના દીકરા માટે કૂકિંગ શીખી છે. તેણે કહ્યું હતું કે, 'તે એકવાર સ્કૂલેથી ઘરે આવ્યો અને મને કહ્યું કે, મમ્મી બાકી તમામના પેરેન્ટ્સ યમ્મી ફૂડ બનાવે છે અને તું રસોઈ કેવી રીતે કરવી તે પણ જાણતી નથી. તે સમયે મેં તેને કહ્યું હતું કે, હું તને કરીને દેખાડીશ. તેથી હું ઘણીવાર તેની માટે રસોઈ બનાવું છું. મલાઈકા અરોરાના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર ૨ને જજ કરતી જોવા મળવાની છે. જે માટેનું ઓડિશન શરુ થઈ ગયું છે.

 

(11:25 am IST)